શનિવાર, 22 ઑક્ટોબર, 2011

ભીતર...


રસ્તો છોડી ધસ્યો હું કે લક્ષ્ય મળ્યા'તા અહીં ભીતર,
ધુમાડો તો કળાયો આજ, સળગ્યા'તા અહીં ભીતર,

દરદ ભેળું કર્યું કાયમ, સનમ જો સાંભળે ધ્યાને, 
વહાવ્યુ ઝરણુ ફરી જો સાજ નિતર્યા'તા અહીં ભીતર;

તમારી એ છબી પકડી, સમસ્ત જગમાં વહેંચાવી,
ગલી ગોખે ફર્યો પણ આપ વ્યાપ્યા'તા અહીં ભીતર,

અરીસો આંધળો થૈ ગ્યો,મને છાયા બતાવી'તી,
સ્વનું કેવું અજબ કે આપ ઝલક્યા'તા અહીં ભીતર,

જમાનો દંભનો ભેરૂ, ઉઘાડો મન અને લૂંટે,
કહો ક્યાં ખોલવી પળ,એ છુપાયા'તા અહીં ભીતર;

-નરેશ સાબલપરા




લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો