શુક્રવાર, 21 ઑક્ટોબર, 2011

અક્સ્માત જ થાય...


ચોપડો એમ મલમ તો પણ મા'ત જ થાય,
ઠેસ લાગે, પણ ના પ્રગટ ઘાત જ થાય,

દ્રષ્ટિ છે ચકળવકળને હોંઠ અટૂલા છે,
સાંત્વનો મેળવતી કોઇ વાત જ થાય,

મુજને આવડત નથી બહુ રંગોળીની,
હૈયુ ઘુંટે દિન જોરે,પણ રાત જ થાય,

થાય વાતો પલમાં લાખ અને મત નોખા,
એક મતના મરમીની મુલાકાત જ થાય,

વાર લાગી તમને, રોજ અહીં થોભું છું,
એમ ક્યારેક સહેલો અક્સ્માત જ થાય...

...

નરેશ સાબલપરા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો