લેબલ Rain સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Rain સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 27 સપ્ટેમ્બર, 2011

શ્રાવણિયા સરવડા





શ્રાવણિયા વરસતાં સરવડામાં, તમે નીકળ્યા ને હું જોતો હતો;
ભીંજાયેલા પાલવ ને કેશ તણા આશાઓના બિંદુ હું પીતો હતો;

પાણીના ખાબોચિયામાં તમારો ચહેરો ચાંદનીએ રેલાતો હતો;
શું હતી મસ્તી તમારી! અદા! તમે બેફિકરને હું જોતો હતો;

બની વાદળીઓ ખુબ ઘેલી, વીજળીનો લીસોટો લખાતો હતો
થતું હતું, મળીને પૂછું કેમ છો? હૈયાની હા છતાં હું બીતો હતો;

શું તારે જરૂર ચમકવાની વીજળી, એક સવાલ ગૂંજતો હતો,
કે જ્યારે તમારા તેજ નો લીસોટો થતો ને હું બૂઝાતો હતો...

-ભીખુભાઇ સાબલપરા 'બિરજુ'


બુધવાર, 6 જુલાઈ, 2011

એમ થાતાં થાતાં તો....

               
                 એમ થાતાં થાતાં તો આભમાં અષાઢી બીજ દેખાણી. ઈન્દ્ર મહારાજ ગેડીદડે રમવા માંડ્યા હોય એમ અષાઢ ધડૂકવા મંડ્યો. ડુંગરાને માથે સળાવા કરતી વીજળી આભ જમીનનાં વારણાં લેવા માંડી. સાત સાત થર બાંધીને કાળાંઘોર વાદળાં આસમાનમાં મંડાઈ ગયાં. પછી તો, વાદળાંનાં હૈયાંમાં વિજોગની કાળી બળતરા સળગતી હોય તેવી વીજળી આકાશનાં કાળજાં ચીરી ચીરીને ભડભડાટ નીકળવા લાગી. કોણ જાણે કેટલાયે આઘેરા સાગરને કાંથે દિલડાંનાં સંગી બેઠાં હશે, તેને સંભારી સંભારીને વીજોગી વાદળાંઓ મનમાં મનમાં ધીરું ધીરું રોવા મંડ્યાં. પોતાની સાંકળ (ડોક) ના ત્રણ-ત્રણ કટકા કરીને મોરલા 'કેહૂ...ક! કેહૂ...ક!' શબ્દે ગેહેકાટ કરવા મંડ્યા; ઢેલડીઓ 'ઢેકૂક! ઢેકૂક!' કરતી સ્વામીનાથને વીંટળાવા લાગી. વેલડીઓ ઝાડને બાથ ભરી ભરી ઊંચે ચડવા મંડી.(સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૧ માંથી)

                       અષાઢી મેહૂલિયો જ્યારે પોતની મસ્તીમા હોય ત્યારે કેવો રંગ જમાવે તે મેઘાણીજી સિવાય કોણ સારી રીતે વર્ણવી શકે. સૌથી પહેલા શરૂઆતમાં ઈન્દ્રને ગેદીદડે રમાડીને ચોમાસાની બાલ્યાવસ્થાને કેવી સહજતાથી ગેડીદડાની રમત સાથે સાંકળી લીધી છે. પણ હજી સુધી ગુજરાતમાં વર્ષારાણી રૂઠેલા રહેતા આ આષાઢી મોજ આપણાં નસીબમા નથી, એટલે મને થયું ચાલો થોડી અષાઢના શબ્દદેહથી ભીંજાયને તરબતર થઈએ. પહેલા તો એમ થયુ કાલિદાસના મેઘદૂતનુ વિશ્લેશ્ણ કરુ, પરંતુ પછી તમારી ટૂંકમાં કંટાળવાની વ્રુત્તિ અને મારી નિરસ ભાષાની મર્યાદા યાદ આવતા સમજાયુ કે તમને અને મને બન્નેને ઝવેરચંદ મેઘાણી સિવાય આ ઘુંટડો કોણ ગળે ઉતારી શકે! લોકબોલી જેવી રસાળ ભાષા....જલેબી યાદ આવે છે..ચલો થોડી ખાઈને આવુ પછી વાત આગળ ચલાવશું.

સોમવાર, 4 જુલાઈ, 2011

આખરે ઘણી રાહ જોયા પછી આવ્યો...

        આખરે ઘણી રાહ જોયા પછી આવ્યો...

            વરસાદ શબ્દની ઉત્ત્પતિ કેવી રિતે થઈ તે મને ખ્યલ નથી! છતાં તેના વિશે લખવા માટે મારુ મન ફુદકાં મારી રહ્યું છે. વરસાદ શબ્દની સંધિ-વિચ્છેદ મારા પ્રમાણે વર+સાદ થવી જોઇએ કારણકે કોઇ પરણવા બેઠેલા વરરાજાએ જ્યારે પ્રભુ ને દિલથી સાદ કર્યો હશે ત્યારે પ્રભુએ સાંભળેલો આર્ત્નાદ એ જ વરસાદ. બીજો અર્થ મારા મત મુજબ ભગવાને પ્રસન્ન થઇ ને વરરાજાને બચાવવા મોકલેલો પ્રસાદ એટલે વરસાદ.(કોઇએ બંધબેસતી ટોપી પહેરવી નહી કારણકે ઘણા નવપરિણિતોને વહેમ હોવાનો પુરો સંભવ છે.)
આપની વાત બીજા રસ્તે ચાલી નીકળી ઑકે પાટલી બદલો(યૉર ઑનર..પોઇન્ટ ટુ બી નોટેડ રાજકારણીઓએ હજુ સુધી પેટન્ટ નોંધાવી નથી). સવાર-સવાર મા જ્યારે તમે બહાનુ બતાવી કામ મા ગુટલી મારો અને પછી જ્યારે બાલ્કનીમ બેઠા-બેઠા વરસાદના બે-ચાર છાંટા તમારી આસ-પાસ પડતા હોય, હાથ મા ગરમા-ગરમ ચાની પ્યાલી(ઘરમા જે વસ્તુ દરરોજ ઉપયોગમા લેતા હોવ તેનો ઉપયોગ કરવો ખોટો ખર્ચ કરવાની બાપુએ ના પાડી છે.) હોય, અને તમારા ઉપરીનો નંબર તમારા મોબાઇલ પર ચમકે અને સાથે કૅરૅક્ટર ઢીલા હૈ ની રીંગટોન કાનમા સંભળાય અને તમે એને એક મજાની ગોળી આપો અનુભવીની અદામા..આહાહા...શું આનંદ છે!! એક વાર તો એમ કેવાનુ મન થઇ જાય કે "મારી હા'રે કો'ક દિ તુ ભૂલો પડ ભગવાન તનેય રજાની કરાવુ મજા મારા શામળા".
                ટૂંકમા વરસાદ આવે એટલે બીમારી માટે બહાના શોધવા તમારે કોઇ એક્ષ્ટ્ર્રા પ્રયાસ નથી કરવા પડતા. બાકી સાહિત્યકારો પાસે વરસાદ માટે ઘણી બધી બીજી ઉપમા અને શબ્દો સાથે વર્ણનો અને મહાનિબંધો(પી.એચ.ડી. થીસીસ)હશે. પણ મારી અને તમારી જેવી આવી મોજ નહી હોય બોલો જોઇએ? તો બોલો વરસાદની આવી મોજ આવનારા દિવસોમા તમને પણ મળે તેવી પભુને પ્રાર્થના..