બુધવાર, 13 જુલાઈ, 2011

હું આવ્યો છું બહારવટું શીખવવા..

હું આવ્યો છું બહારવટું શીખવવા..
       વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ડાહ્યું માણસ એ કેડે રાતવરત નીકળવાની મૂર્ખાઇ કરે નહીં.

     એક અંધારી રાતે એ કેડો વિશેષ બિહામણો બન્યો હતો. એક બાબર દેવાની, બીજી નામદારિયાની અને ત્રીજી ડાયાભાઇ ફોજદારની -એવી ત્રણ લૂંટારું ટોળીઓ વાત્રકના અને મહીના કાંઠા ખૂંદી રહી હતી. ડાયો બહારવટિયો પોતાને 'ડાયોભાઇ ફોજદાર' કહેરાવતો.
       એવી એક રાતનો ઘાટો અંધાર-પડદો પડી ગયા પછી કપડવંજ તાલુકાના ગામ ભરડકાથી નીકળીને એક બ્રાહ્મણ સરસવણી ગામે જતો હતો. પગપાળો, પગરખાં વિનાનો એક પોતડીભર અને એક ટોપીભર.ઉમર હશે ચાલીસેક. આમ તો એની વહાણુવાયાથી રાતે સૂવા - વેળા થતાં લગી મુસાફરી કરવાની રોજિંદી ટેવ હતી, એટલે રોજ માર્ગે મળતા ખેડૂત લોકની પાયલાગણી અને પ્રેમભીની વાણી પોતાને પરિચિત હતી. પણ સીમમાંથી ભરડકા ગામ ભણી પાછા વળતાં લોકોનું આ રાતનું વર્તન કંઇક વિચિત્ર હતું.કદી ન દીઠેલી તેવી કંઇક આકળવીકળતા ભરી ઉતાવળ આ રાતે મરદો-ઓરતો તમામના પગમાં આવી હતી. આડે દા'ડે તો મધ્યાહ્નના ધખતા ધોમ ટાણેય જો આ 'મહારાજ' સામા મળે, તો પોતા-માંહ્યલા એકાદ જણની પાઘડી ભોંય પર બિછાવીને તે પર એમને ઊભાડી એનાં ચરણોની રજ લેનારાં અને નિરાંતે વાતોના ટૌકા કરનારાં આ લોક આજ રાતે કંઇક વિશેષ ઉતાવળમાં કેમ હશે? 'પાછા વળોને !' એવું કહેવામાં પણ કેમ પોતના સ્વરને તેઓ ધીરો પાડી દેતા હશે? એમના એ બોલવામાં સચિંતપણાની સાથે પાછું કાંઇક દબાઈ જવા જેવું અને ગળું રૂંધાઇ જવા જેવું કેમ હશે? એવો પ્રશ્ન મુસાફરના મનમાં આછો આછો આવ્યો તો ખરોઃ પણ આવ્યા ભેળો તરત પસર થઇ ગયો'હોય; ખેડૂતો છે, ઘેર પહોંચવાની ઉતાવળ હશે. ને હું એક વાર ઊપડ્યો તે પાછો ન વળું, એ તો તેમને સર્વને જાણીતી  વાત છે.'
    પછી તો લોકો મળતાં બંધ પડ્યાં, સીમ છેક ઉજ્જડ બની ગઇ, અને આથમણી વહેતી ઊંડી વાત્રકનાં ચરાં તેમ બીજી તરફ ખેતરાં-એ બેઉની વચ્ચે ચાલી જતી રસ્તાની નાળ્ય(બેઉ બાજુ ટેકરીની વચ્ચેનો સાંકડો ઊંડો રસ્તો)વધુ ને વધુ ઊંડી થતી ગઇ. અંધારું એટલું ઘાટું બન્યું કે મુસાફરને પોતાનો હાથ પણ કળાતો બંધ પડ્યો. એકાએક એની છાતી ઉપર કશોક સ્પર્શ થયો, કોઇ જીવતા માણસના હાથ એને પાછા ધકેલતા જણાયા; અને તેણે પૂછ્યું ઃ "કોણ છો, લ્યા!"
"પાછા વરો!" સામો ફક્ત એટલો જ જવાબ આવ્યો. કાનમાં કહેતો હોય તેવો ધીરો અને ભયભર્યો અવાજ.
"કોણ પૂંજો?" મુસાફરે, પોતનો પ્રત્યેક પશુનો અવાજ પિછાનનાર માલધારીની રીતે, એ દબાઇ ગયેલ સ્વરને પકડી લીધો.
" હા, ચાલો પાછા." મુસફરની છાતીને પાછી ધકેલનારે પોતાના સ્વરને વિશેષ ધીરો પાડ્યો; પણ મુસાફરે તો પોતાના કાયમના એકધારા ઝીણા અવાજને વધુ હળવો પાડવાની જરૂર જોયા વિના પૂછ્યું ઃ " પણ શું છે, લ્યા?"
"આગર્ય નકામાં લોકો સે, મહારાજ !"( આગળ નકામાં લોકો - એટલે હરામખોરો છે.)
"કોણ બહારવટિયા?"
"હા, નામદારિયો."
"ફિકર નહીં, પૂંજા! હું એમની જ શોધમાં છું." બ્રાહ્મણના મોંમાં ટપ દેતો એ બોલ નીકળી પડ્યો. અહીંથી શરુ કરીને આ બ્રાહ્મણ મુસાફર, આ ધારાળા-ઠાકરડાના ગોર, પોતે જે કંઇ બોલતા ગયા તેમ જ વર્તન કરતા ગયા તેમાં પૂરેપુરો વિચાર હતો કે કેમ, પરિણામોની ગણતરી અને ભાન હતાં કે કેમ, તે તો એ મુસાફર જો તમને કોઇને આજે મળશે તો પણ કહી શક્શે નહીં.કદાચ એ એમ જ કહેશે કે આ ક્ષણથી એમણે કરેલ વર્તનનો કાબૂ એમના નહીં પણ કોઇક બીજાના હાથમાં હતો. એ બીજું કોણ? તો એનો સંતોષપ્રદ જવાબ એ આજે પણ આપી ષકશે નહીં.


(ઝવેરચંદ મેઘાણીની કલમથી એક મહાપુરુષનુ જીવન-ચરિત્ર આલેખાયુ છે. તેમાનુ એક આ પ્રકરણ છે. હજુ અધુરું છે. ફરી પાછા માણશુ આ મોજ સાથે નિરાંતે...)
Complete Article here: http://nareshsabalpara.blogspot.com/2011/10/blog-post_1954.html

બુધવાર, 6 જુલાઈ, 2011

એમ થાતાં થાતાં તો....

               
                 એમ થાતાં થાતાં તો આભમાં અષાઢી બીજ દેખાણી. ઈન્દ્ર મહારાજ ગેડીદડે રમવા માંડ્યા હોય એમ અષાઢ ધડૂકવા મંડ્યો. ડુંગરાને માથે સળાવા કરતી વીજળી આભ જમીનનાં વારણાં લેવા માંડી. સાત સાત થર બાંધીને કાળાંઘોર વાદળાં આસમાનમાં મંડાઈ ગયાં. પછી તો, વાદળાંનાં હૈયાંમાં વિજોગની કાળી બળતરા સળગતી હોય તેવી વીજળી આકાશનાં કાળજાં ચીરી ચીરીને ભડભડાટ નીકળવા લાગી. કોણ જાણે કેટલાયે આઘેરા સાગરને કાંથે દિલડાંનાં સંગી બેઠાં હશે, તેને સંભારી સંભારીને વીજોગી વાદળાંઓ મનમાં મનમાં ધીરું ધીરું રોવા મંડ્યાં. પોતાની સાંકળ (ડોક) ના ત્રણ-ત્રણ કટકા કરીને મોરલા 'કેહૂ...ક! કેહૂ...ક!' શબ્દે ગેહેકાટ કરવા મંડ્યા; ઢેલડીઓ 'ઢેકૂક! ઢેકૂક!' કરતી સ્વામીનાથને વીંટળાવા લાગી. વેલડીઓ ઝાડને બાથ ભરી ભરી ઊંચે ચડવા મંડી.(સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૧ માંથી)

                       અષાઢી મેહૂલિયો જ્યારે પોતની મસ્તીમા હોય ત્યારે કેવો રંગ જમાવે તે મેઘાણીજી સિવાય કોણ સારી રીતે વર્ણવી શકે. સૌથી પહેલા શરૂઆતમાં ઈન્દ્રને ગેદીદડે રમાડીને ચોમાસાની બાલ્યાવસ્થાને કેવી સહજતાથી ગેડીદડાની રમત સાથે સાંકળી લીધી છે. પણ હજી સુધી ગુજરાતમાં વર્ષારાણી રૂઠેલા રહેતા આ આષાઢી મોજ આપણાં નસીબમા નથી, એટલે મને થયું ચાલો થોડી અષાઢના શબ્દદેહથી ભીંજાયને તરબતર થઈએ. પહેલા તો એમ થયુ કાલિદાસના મેઘદૂતનુ વિશ્લેશ્ણ કરુ, પરંતુ પછી તમારી ટૂંકમાં કંટાળવાની વ્રુત્તિ અને મારી નિરસ ભાષાની મર્યાદા યાદ આવતા સમજાયુ કે તમને અને મને બન્નેને ઝવેરચંદ મેઘાણી સિવાય આ ઘુંટડો કોણ ગળે ઉતારી શકે! લોકબોલી જેવી રસાળ ભાષા....જલેબી યાદ આવે છે..ચલો થોડી ખાઈને આવુ પછી વાત આગળ ચલાવશું.

સોમવાર, 4 જુલાઈ, 2011

આખરે ઘણી રાહ જોયા પછી આવ્યો...

        આખરે ઘણી રાહ જોયા પછી આવ્યો...

            વરસાદ શબ્દની ઉત્ત્પતિ કેવી રિતે થઈ તે મને ખ્યલ નથી! છતાં તેના વિશે લખવા માટે મારુ મન ફુદકાં મારી રહ્યું છે. વરસાદ શબ્દની સંધિ-વિચ્છેદ મારા પ્રમાણે વર+સાદ થવી જોઇએ કારણકે કોઇ પરણવા બેઠેલા વરરાજાએ જ્યારે પ્રભુ ને દિલથી સાદ કર્યો હશે ત્યારે પ્રભુએ સાંભળેલો આર્ત્નાદ એ જ વરસાદ. બીજો અર્થ મારા મત મુજબ ભગવાને પ્રસન્ન થઇ ને વરરાજાને બચાવવા મોકલેલો પ્રસાદ એટલે વરસાદ.(કોઇએ બંધબેસતી ટોપી પહેરવી નહી કારણકે ઘણા નવપરિણિતોને વહેમ હોવાનો પુરો સંભવ છે.)
આપની વાત બીજા રસ્તે ચાલી નીકળી ઑકે પાટલી બદલો(યૉર ઑનર..પોઇન્ટ ટુ બી નોટેડ રાજકારણીઓએ હજુ સુધી પેટન્ટ નોંધાવી નથી). સવાર-સવાર મા જ્યારે તમે બહાનુ બતાવી કામ મા ગુટલી મારો અને પછી જ્યારે બાલ્કનીમ બેઠા-બેઠા વરસાદના બે-ચાર છાંટા તમારી આસ-પાસ પડતા હોય, હાથ મા ગરમા-ગરમ ચાની પ્યાલી(ઘરમા જે વસ્તુ દરરોજ ઉપયોગમા લેતા હોવ તેનો ઉપયોગ કરવો ખોટો ખર્ચ કરવાની બાપુએ ના પાડી છે.) હોય, અને તમારા ઉપરીનો નંબર તમારા મોબાઇલ પર ચમકે અને સાથે કૅરૅક્ટર ઢીલા હૈ ની રીંગટોન કાનમા સંભળાય અને તમે એને એક મજાની ગોળી આપો અનુભવીની અદામા..આહાહા...શું આનંદ છે!! એક વાર તો એમ કેવાનુ મન થઇ જાય કે "મારી હા'રે કો'ક દિ તુ ભૂલો પડ ભગવાન તનેય રજાની કરાવુ મજા મારા શામળા".
                ટૂંકમા વરસાદ આવે એટલે બીમારી માટે બહાના શોધવા તમારે કોઇ એક્ષ્ટ્ર્રા પ્રયાસ નથી કરવા પડતા. બાકી સાહિત્યકારો પાસે વરસાદ માટે ઘણી બધી બીજી ઉપમા અને શબ્દો સાથે વર્ણનો અને મહાનિબંધો(પી.એચ.ડી. થીસીસ)હશે. પણ મારી અને તમારી જેવી આવી મોજ નહી હોય બોલો જોઇએ? તો બોલો વરસાદની આવી મોજ આવનારા દિવસોમા તમને પણ મળે તેવી પભુને પ્રાર્થના..

શનિવાર, 2 જુલાઈ, 2011

હે પ્રભુ! જો થોડા ઘણા વાચક મળી જાય તો

            તાપી નદી સૂર્ય પુત્રી છે. દરરોજ ઉગમતા અને આથમતા વિવસ્વાન(સૂર્ય"નવા શબ્દો મળે એટલે ઉપયોગ કરવાની ચળ)ને જોતા અહિયા તાપીના ખોળે યુવાનીમા જ્યારે પગ મુક્યો ત્યારે ઘણી ઇચ્છા કે મારા પોતાના વિચારો હુ દુનિયા સમક્ષ રાખુ. જો કે અત્યારે પણ યુવાન જ છુ, પણ વિચારો અને વર્તન મા આવેલા પરિવર્તન ને કારણે ત્યારની અને અત્યારની મારી વૈચારીક ઉમરમા ઘણો ફરક છે. ત્યારે વિચારો ની અભિવ્યક્તિ કરતા હુ ખુબ ગભરાતો હતો, હવે થોડો નિખાલસ થતા શીખ્યો છુ. મુલતઃ સુરતી લોકો પાસે નિખાલસપણુ એ જન્મજાત ગુણ છે. જે મને અહિયા શીખવા મળ્યો. આ થઇ મારી વાત. મારા બ્લોગ લખવા પાછ્ળનુ મૂળ કારણ એ કે મને પોતાને ગુજરાતી ભાષામા ખુબ ઓછા બ્લોગ વાંચવા મળે છે તો મેં પણ નિર્ધાર કર્યો કે હું પણ તમારી(હે પ્રભુ! જો થોડા ઘણા વાચક  મળી જાય તો)માથે થોડા હથોડા મારુ.

            તો ચાલો હું તો મંડી પડીશ હવે થી પણ પ્રભુ તમ્ને બધાને સહન કરવાની શક્તિ આપે!

Gujrati poem

એય દિલ તુ દૂનિયા મા દુખ-દર્દ થકી ટેવાઈ જશે,
તો દુખનુ તને દુખ નહિ લાગે દુખમા સદા મલકાઈ જશે,
હે દર્દ વ્યથા આવ્યા છો તો જીવનમા સાથીદાર બનો,
હુ લાડ એવા લડાવીશ કે ઉત્પાદક પન અકલાય જશે;

શુક્રવાર, 1 જુલાઈ, 2011

Gujrati poem

મીચાય નહી જે આજે નયન તે એક દિવસ મીચાય જશે,
હમેશા રહેતી કોરી પાપણ ભીન્જાય જશે,
જોવા ચાહો જો દુનીયામા ઘણુ જોવાય જાશે,
નહિતર તો પછી આ સાન્જ સવારો મા જ નજર અટવાય જશે...