પ્રેમ ચલ કે અચલ? ચલો ગણીએ પ્રેમનું
બીજગણિત,
લપસણી આ પગદંડી છે, થયા ઘણા આમાં
ભ્રમિત,
પૂછો તો ભ્રમરને રૂપ લલચાવે કે
ખુશ્બો બહેકાવે છે?
કેમ તું ફરે આમ ડાળી-ડાળી થઈ ને
ઘણો વિચલીત,
જોઇ ચંદાને રોજ અલગ રૂપે ચકોર કેમ
ચાહે છે?
હશે ચાંદમાં કંઇ કે નહી મળતો હોય
બીજો મનમીત,
છે રાધાગોરી પાસ તોય કાનુડો
કેમ રચે રાસ?
થાય છે એક પદ
નો વિચ્છેદ અહીં પણ ખંડિત,
જાનકીને
જાણે સર્વસ્વ, રામની તે કેવી
લીલા?
ઘણા મથી રહ્યા છે
આ ભેદ જાણવા પોથીપંડિત,
માંડો
તમે જ જવાબ આનો,ત્રીપદી કે વિપતિ?
થયો છે નાપાસ 'નરેશ',
અઘરું આ બીજગણિત..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો