તારામાં હું....
બને જો તું શમા તો આગિયો બનુ હું,
કરૂ સમર્પણ જાતને મારી, વીરમુ તારામાં હું;
બને જો તુ સાકી તો શરાબ બનુ હું,
ભરુ જિગર તારુ, સમાઉ તારામાં હું;
બને જો તુ મૃગજળ તો હરણ બનુ હું,
દોડું પામવા તને, તરસ્યો તારામાં હું;
બને જો તુ ઝીલ તો ઝરણું બનુ હું,
ખેલતો કૂદતો ફરુ, નાદ તારામાં હું;
કરીશ એક અવાજ તો પડઘો બનુ હું,
પડઘાથી પડઘા ને શમાવુ તારામાં હું;
હજુ પણ હોંશ ઘણાં કે શું બનુ હું,
કદર ક્યાં છે તને, છતાં તારામાં હું...
-ભીખુભાઈ સાબલપરા 'બીરજુ'
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો