મંગળવાર, 13 ડિસેમ્બર, 2011

હાથ ખાલી આ બતાવી દંગ રાખું...સૈન્ય શરણાગત થયું તો શું હજીયે જંગ રાખું,
હાથ છો બંધાય, કરતબથી જગતને દંગ રાખું,

લાગણીની ખેંચતાણોમાં થયું છે દિલ નરમ ને,
તોય તારા આખરી એ ઘાવ સહવા તંગ રાખું,

જીંદગાનીએ ચિત્રો ટાંગેલ પડછાયા સરીખા,
આપણાં સંગાથના લીલોતરાં ફક્ત રંગ રાખું,

મીટ બાંધીને ભલે ઊભા બધા આ આંગણે પણ,
થાય એવું હાથ ખાલી આ બતાવી દંગ રાખું...

-નરેશ સાબલપરા

1 ટિપ્પણી:

 1. ચાલાક છે 'એ' ,જબરી શરણે આવી
  ખાલી ખોબા ભરીને આંસુ લાવી
  ચેત નીકળ બહાર ભ્રમની ભૂગોળ માંથી
  અભિનય અને અનુભૂતિને લેશ મેળ નથી
  હા ,ઝીલાય ઘાવ તો સામી છાતીએ
  ને શું કામ મેદાન છોડીને ય ભાગીએ ?
  પણ દિલતો ધબકતું રાખ
  તંગ શીદને ,મસ્ત મરકતું રાખ !
  માંદી મેદનીની મોનોપોલી મેલી પોલી છે
  મૂંઝાઈશ માં એ તો વાંક દેખાઓની ટોળી છે
  એકલવીરની સફર એના પડછાયા થકી શોભે
  'એ'ના સ્વાર્થી સંઘાથનાં રંગ ક્યમ કયા લોભે ?

  જવાબ આપોકાઢી નાખો