રવિવાર, 6 નવેમ્બર, 2011

ઘર


ટોડલે મોરલો દબાય ગયો,
મોભનો સાદ પણ રિબાય ગયો,

ઓસરી સૂમસામ થઇ સળગે,
વેગ નેવા તણો તણાય ગયો,

છાંયડીની સમજ ખરી ફળિયે,
વાંક તડકા તણો,છવાય ગયો,

સઘળુ વંડી જ છાવરે જગથી,
તોય ભંગાર વીખરાય ગયો,

રેત-પાયો ચણેલ, સારુ થયું,
ભોમ-ધબકાર ખમાય ગયો..
-નરેશ સાબલપરા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો