ગુરુવાર, 13 ઑક્ટોબર, 2011

વ્હાલાની વાત કરીએ

છલકાવી જામ પ્યાલાની વાત કરીએ,
ખાલી દિલ છે,વ્હાલાની વાત કરીએ,

તું ને હું મિત્ર રહ્યા આંબલીપીપળીના,
એક જ પ્રેમ,ભાગલાની વાત કરીએ,

પાયો એક પાવડે ખોદ્યો, ભર્યો ભેળો,
ખાલી રહ્યો એ મજલાની વાત કરીએ,

છોડી ગઈ,આપણે સાથે જેની ચાહેલી,
છેલ્લે જોયેલા ચોટલાની વાત કરીએ,

આલમને એક જ તાંતણો પકડે પ્રેમ,
તોડ્યા જેણે એ દવલાની વાત કરીએ,

બનાવી એક જ લાગણીની ગઝલ ભેરૂ,
અલગ થયો એ મત્લાની વાત કરીએ...
-નરેશ સાબલપરા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો